ડેબરપાડા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ: ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં વિકાસનું એક નવું પગલું.

 ડેબરપાડા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ: ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં વિકાસનું એક નવું પગલું.

ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગામના લોકોને શુભકામનાઓ પાઠવી. તેમણે આ નવા ભવનને ગ્રામ સચિવાલય તરીકે વિકાસ માટે ઉપયોગી બનવાની આશા વ્યકત કરી.

આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે વિકાસના કામોમાં સતત જોડાયેલા રહેવા અને સમર્પણ ભાવના સાથે ગામના લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે ગામના વિકાસ માટે તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી અને જણાવ્યું કે, ગ્રામ પંચાયત ભવન સહીત તમામ સુવિધાઓ લોકો સુધી સમયસર પહોંચે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાનાં અગ્રણીઓ, જેમ કે સદસ્ય શ્રી સુમિત્રાબેન પટેલ, ભીખુભાઈ આહીર, અને ખેરગામ તાલુકા પ્રમુખ રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાનો ચુનીલાલ પટેલ, લીતેશભાઈ ગાવિંત તેમજ ખેરગામના અન્ય અગ્રણીઓ અને ગામજનો હાજર રહ્યા, જેનાથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ બની રહ્યો હતો.










Comments

Popular posts from this blog

Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં.

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન