Posts

આછવણી આશ્રમશાળા ખાતે ખેરગામ તાલુકાની ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી.

Image
 આછવણી આશ્રમશાળા ખાતે ખેરગામ તાલુકાની ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી. આછવણી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આજરોજ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમશાળા ખાતે ગૌરવભેર યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રી બી.એલ. માહલા સાહેબ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મામલતદારશ્રી ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, તાલુકા પંચાયત તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમશાળા, આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ વહીવટી તંત્ર વતી વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ (સિનિયર ક્લાર્ક), શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ (શિક્ષક), આ...

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
    ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્ર...

ખેરગામ ખાતે રસ્સાખેંચ સ્પર્ધાનું સફળ આયોજન

Image
         ખેરગામ ખાતે રસ્સાખેંચ સ્પર્ધાનું સફળ આયોજન વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા ભાવનો સુંદર દાખલો તારીખ 30/12/2025ના રોજ ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષકશ્રી કેતનભાઈ પટેલ તથા સહ આયોજકો જયંતીભાઈ પટેલ અને પ્રવિણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા ખેરગામ વિભાગ દ્વારા ભવ્ય રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકામાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુમાર તથા કન્યાઓમાં રમતગમતના મહત્વને ઉજાગર કરવા, તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ તાલુકા, જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામો આ પ્રમાણે રહ્યા: U-14 કુમાર વિભાગ: વિજેતા: જામનપાડા પ્રાથમિક શાળા રનર્સ અપ: કુમાર શાળા, ખેરગામ U-14 કન્યા વિભાગ: વિજેતા: પાટી (PM શ્રી) પ્રાથમિક શાળા રનર્સ અપ: જનતા માધ્યમિક શાળા U-17 ભાઈઓ વિભાગ: વિજેતા: જનતા માધ્યમિક શાળા, ખેરગામ રનર્સ અપ: વાવ માધ્યમિક શ...